Thursday, March 19, 2026

મોરબી માંથી ૧૦ હજાર બોટલ નશાયુક્ત સીરપ ના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી સીરપની 10 હજાર બોટલો સાથે એક ઈસમ ને ઝડપી લેતી પોલીસ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ૧/૨ વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-૧૦,૦૦૦ કી.રૂ.૨૦,૫૪,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૫૯,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે લાતી પ્લોટ શેરી નં.૧/૨ની વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટમાં એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાકારક કોડીન યુકત કફ સીરપનો ગેર કાયદેસર જથ્થો પડેલ છે અને હાલમાં પણ ટ્રાન્સપોર્ટમાં પડેલ છે તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઈડ કરતા નશાકારક કોડીન યુક્ત સીરપની બોટલો નંગ-૧૦,૦૦૦ કી.રૂ.૨૦,૫૪,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૨૦,૫૯,૮૦૦/- નો મુદામાલ સાથે આરોપી આશીફ આમદભાઇ રાઠોડ ઉ.વ.૪૦ રહે. મોરબી વાવડી રોડ, ભારતપાન વાળી શેરી મોરબીવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ ટ્રોન્સપોર્ટ/ગોડાઉનના માલીક ગોપાલભાઇ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિ. પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW