મોરબી લાલપર નજીક ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો રૂ.૧ કરોડના ઈંગ્લિશ દારૂના જંગી જથ્થા ૧૦ને દબોચ્યા મોટો ખળભળાટ સ્થાનીક પોલીસ ઉપર લટકતી તલવાર ?
મોરબી નજીક ના લાલપર ગામ નજીકથી SMC એ ૩૨૧૦ પેટી વિદેશી શરાબ સાથે ૧૦ શખ્સોને ૭ વાહનો સાથે ઝડપી લઇ મોરબી જિલ્લામાં ખળખળાટ મચાવી દીધી છે
મોરબી શહેરમાં કરોડો રૂપિયાના ઈંગ્લિશ દારૂની રેલમછેલ થાય તે પહેલા જ SMCની રેઈડ સ્થાનીક પોલીસની ઉંઘ હરામ મસમોટું ઈંગ્લિશ દારૂનુ રેકેટ કોના ઈશારે ધમધમતું હશે? અહીંથી ક્યાં ક્યાં સપ્લાય થતો થશે દારુ? અનેક સવાલો સાથે ચર્ચા થઈ રહી છે
મોરબી લાલપર નજીક થી શ્રી રામ ગોડાઉનમાં ઈંગ્લિશ દારૂના કટીંગ સમયે વાહનો સાથે જંગી ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો એક કરોડનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે
મોરબી તાલુકા પોલીસની હદમાં કરોડો રૂપિયાના ઈંગ્લિશ દારૂના અડ્ડા ધમધમતા હોવા છતા ગંધ ન આવીને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને ગંધ તે પણ સ્થાનિક પોલીસ માટે તપાસનો વિષય બન્યુ છે જેથી હાલ તો સ્થાનીક પોલીસની માથે જાણે લટકતી તલવાર જેવો ઘાટ સર્જાયો છે!!