Thursday, January 23, 2025

વીધી કરવાનુ કહી છેતરપીંડી આચરનાર બે ઈસમોને મોરબી LCB એ ઝડપી લીધા

Advertisement

હળવદ શહેર આલાપ સોસાયટીમા વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી મેળવેલ રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનો કરવા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે કુલ કી.રૂ.૮૯,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે મોરબી ત્રાજપર ચોકડી પાસે રોડ ઉપરથી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનાના આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડેલ છે જેઓ એ આજથી બે દીવસ પહેલા હળવદ ના સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાથી એક વૃદ્ધને પોતે ભુવા હોવાનુ જણાવી ચા પીવાનુ કહી વીશ્વાસમા લઇ તમારા ધરમા નડતર છે જેના લીધે તમે દુખી છો તેવુ જણાવી તમારે વીધી કરવાથી નડતર દુર થશે અને અમે તમને આ વીધી કરી આપીસુ એમ કહી વિશ્વાસમા લઇ વીધી કરી આપવાના બહાને તેમના ધરે જઇ વીધી કરી વીશ્વાસમા લઇ છેતરપીંડી કરી તેમની પાસે રહેલ રોકડા રૂ..૩૯,૨૦૦/- હોય જે લઇને પોતાનુ મો.સા. સ્પ્લેન્ડર મોટરસાયકલ જેના રજીસ્ટ્રેશન નંબર GJ-03-NA-9498 વાળુ લઇને ત્યાથી ભાગી ગયેલ હોવાનું જણાઇ આવતા રોકડા રૂ.૩૯,૨૦૦/- તથા ગુનામા વપરાયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂ. ૫૦,૦૦૦/- વાળા સાથે કુલ મુદામાલ કિ.રૂ. ૮૯,૨૦૦/- સાથે આરોપી દીપકનાથ નારાયણનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ તથા રોહીતનાથ ભગવાનનાથ ધાંધુ (નાથબાવા) ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.શીવનગર સોસાયટી,વીંછીયા રોડ,જસદણ તા.જસદણ જી.રાજકોટ વાળાને સી.આર.પી.સી.કલમ-૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી હળવદ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW