Tuesday, February 4, 2025

પિતાના સ્મરણાર્થે પુત્રી યોજશે બ્લડ ડોનેશન કેમ્પ: ધુવાણા બંધ ગામ જમણ

Advertisement

મોરબી: પિતા અને પુત્રીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. દીકરીઓ પિતાની સૌથી લાડકી હોય છે જ્યારે દીકરીઓ માટે તેમના પિતા સુપર હીરો હોય છે. ત્યારે પિતાના અવસાન બાદ પણ પુત્રીને પિતા પ્રત્યેનો તે જ પ્રેમ અને હંમેશા પિતાની યાદ આજે પણ પુત્રીને કંઈકને કંઈક વિશેષ કરવાની પ્રેરણા આપતા કિસ્સાની આજે વાત કરવાની છે.

માળિયા તાલુકાના દેરાળા ગામના સરળ શાતં સ્વભાવ અને આજે પણ લોકો જેમને યાદ કરે એવા સ્વ.નરભેરામભાઈ મોહનભાઈ ઉઘરેજાની તા.28 માર્ચના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. ત્યારે તેમની પુત્રી અને અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા પિતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લડ ડોનેશન કેમ્પ, ધુન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.28 માર્ચના ગુરુવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમિયાન શનાળા રોડ પર આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે 6 કલાકે માળિયા તાલુકાના દેરાળા ગામે સમગ્ર ગામ ધુવાળા બંધ મહાપ્રસાદ તથા રાત્રે 9 કલાકે ધુન-ભજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રક્તદાન કેમ્પમાં વધાં વધુ રક્તદાન કરવા હેતલબેન પટેલ દ્વારા અપિલ કરવામાં આવી છે. તેમજ ધુન-ભજનમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW