મોરબી: મોરબીના પીપળી રોડ રોયલ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂની ૨૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળતા વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયાને પીપળી રોડ, રોયલ પાર્ક પાસે, મોરબી-૨ ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ-૨૧૨ કિ.રૂ.૪૦,૭૨૫/- ના મુદ્દામાલ સાથે આરોપી વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયાને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી તથા આરોપી પ્રવીણભાઇ સીવાભાઈ જોગરાજીયા હાલ રહે- શાંતીનગર સોસા. પિપળી તા.જી.મોરબી મૂળગામ-ગુંદાણા તા.વીંછીયા જી.રાજકોટ તથા વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા હાલ રહે- શાંતીનગર સોસા. પિપળી તા.જી.મોરબી મૂળગામ-મોટામાત્રા તા. વીંછીયા જી.રાજકોટવાળો હાજર નહી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે