મોરબી: ઈન્ડીયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટ (IMD) દ્વારા આગામી દિવસો માં “હીટ વેવ” ની આગાહી કરવામાં આવેલ છે. જે અંગે પીજીવીસીએલ મોરબી જિલ્લાના ગ્રાહકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે હેતુ અધિક્ષક ઈજનેર મોરબી વર્તુળ કચેરી દ્વારા મોરબી જિલ્લાના તાબા હેઠળની દરેક પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેરને પીજીવીસીએલના ગ્રાહકોને આગાહી કરવામાં આવેલ હિટ વેવમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ અવિરત વીજ પુરવઠો મળી રહે તેમજ કોઈ ઈમરજન્સી કારણો વગર વીજ પુરવઠો બંધ ન કરે તેવી ખાસ સુચના આપવામાં આવી.
તેમજ વીજ ગ્રાહકો માટે વીજ પુરવઠા સંબંધિત કમ્પ્લેઇન તેમજ ઈમરજન્સી ફરિયાદ માટે પી.જી.વી.સી.એલ ના રાજકોટ ખાતે ૨૪X૭ કાર્યરત ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્ર સંપર્ક નંબર- ૧૯૧૨૨ તેમજ ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ (ટોલ ફ્રી) પર આપની ફરિયાદ નોંધાવી શકો છો. તેમજ વોટસઅપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ પર આપની ફરિયાદ નોંધાવી શકો છો.
તેમજ મોરબી જિલ્લાની તાબા હેઠળ હની પેટા વિભાગીય કચેરી ના ફોલ્ટ સેન્ટરના નંબર તેમજ નાયબ ઈજનેરના કોન્ટેક્ટ નં નીચે મુજબ છે.