મોરબી સૌરાષ્ટ્રનુ પેરીસ જ્યાં શહેરના રસ્તા પર ગટરના ગંદા પાણી વહેતા હોવાથી બહારથી આવતા અને બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા મુસાફરો મોરબીની આબરૂ લઈ જતા હોય તેવા દ્રશ્યોથી તંત્રની સાથે સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઊડી રહ્યા છે જેમાં મોરબીના હાર્દ સમા જૂના બસ સ્ટેન્ડ પાસે છેલ્લા કેટલાક દિવસથી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે તેમ છતા તંત્ર દ્વારા મૌન ધારણ કરી લીધું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અહીંયા થી દરરોજના હજારોની સંખ્યા લોકો મોરબીથી વિવિધ સિટી તેમજ ગામડે આવવા જવા માટે ગટરના ગંદા પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે જેને ચામડીના રોગ જેવો ભય સતાવી રહ્યો છે પરંતુ અહીંયા તો તંત્ર પાસે જાણે ગટરના પાણી બંધ કરવા માટે ટાઇમ જ ના હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યુ છે અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષો જૂનો મોરબી શહેરનો ગટરનો પ્રશ્ન ઉકેલવાને બદલે તંત્ર હોય કે સ્થાનિક નેતા મરીનું નામ મગ પાડવા તૈયાર નથી જેના કારણે મોરબી શહેરની આમ પ્રજા ગટરના ગંદા પાણી વચ્ચે પિસાઇ રહી છે સ્વચ્છતા અભિયાન મોરબી માટે કહેવા પુરતું સુત્ર હોય તેમ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઊડી રહ્યા છે જે શરમજનક બાબત માનવામાં આવી રહી છે ગટરનો પ્રશ્ન વર્ષો જૂનો છે જેને જડમૂળથી નાબૂદ કરવા કે ઉકેલવા કોઈ નેતા કે તંત્રના એવા કોઇ અધિકારી મોરબીને વર્ષોથી સતાવતો ગટરનો પ્રશ્ન ઉકેલી શક્યા નથી તે અત્યંત શરમજનક વાત પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બની છે