મોરબી જિલ્લામા ઉનાળાના આગમન સાથે ગરમીનુ પ્રમાણ વધ્યુ છે. આકરી ગરમી વચ્ચે જિલ્લામા વાયરલ બીમારીનુ પ્રમાણ વધ્યુ છે. આ સાથે મોરબી જિલ્લામા સીઝનલ ફ્લુના કેસોમા વધારો જોવા મળ્યો છે.
*સીઝનલ ફ્લુના લક્ષણો*
૧)શરદી, ખાસી અને ગળામા દુખાવો તેમજ ભારે તાવ
૨)શરીર તુટવુ અને નબળાઈ
૩)ઝાડા કે ઝાડા ઉલ્ટી થવી
૪)શ્વાસ ચડવો જેવા ન્યુમોનીયા ના લક્ષણો જણાય
*સીઝનલ ફ્લુ ના થાય તે માટે શું શું કરવું જોઈએ?*
૧)ઉધરસ છીંક આવે ત્યારે તમારૂં મોઢું અને નાક રૂમાલ કે કપડાથી ઢાંકો.
૨)તમને તાવ હોય અથવા ઉધરસ અને છીંક આવ્યા કરતી હોય તો ઘણા લોકો એકઠાં થાય તેવી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો.
૩)નાક,આંખ કે મોઢાને અડકતા પેહલા અને પછી તમારા હાથ વારંવાર સાબુથી ધુઓ .
૪)હસ્તધૂનન ને બદલે “નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો.
૫)છીંક કે ઉધરસ આવે તો હાથમાં ન ખાતા પોતાની બાયમાં ખાવાનો પ્રયત્ન કરો.
૬)ખુબ પાણી પીઓ પોષ્ટિક આહાર અને પુરતી ઉંઘ લો.
૭)તાવ ,ઉધરસ ગળું ખરાબ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તાત્કાલીક ડોકટરનો સમ્પર્ક કરો.
૮)સીઝનલ ફ્લુની દવા તમામ સરકારી દવાખાનામાં વિના મુલ્યે મળે છે.
સીઝનલ ફ્લુ ગભરાટ નહી .સમજદારી તાત્કાલીક સારવાર આપણી સૌની જવાબદારી સીઝનલ ફ્લુ થી બચવામાં માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત મોરબી દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી છે