Sunday, March 16, 2025

મોરબીના ખોડાપીપર (કોયલી) ગામ પાસે કેનાલમાંથી ૨૫૫ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ને ઝડપતી લેતી તાલુકા પોલીસ

Advertisement

મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે કેનાલમાંથી વિદેશી દારૂની ૨૫૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે તપાસ દરમ્યાન અન્ય એક ઈસમનુ નામ ખુલતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ખોડાપીપર (કોયલી) ગામ પાસે આવેલ કેનાલમાં એક ઇસમ ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે જે અંગે મળેલ ખાનગી બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૫ કિં.રૂ.૨૫,૫૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી મિયાજર ઉર્ફે જગો લક્ષ્મણભાઇ જારીયા ઉ.વ. ૨૮, રહે ખોડાપીપર, (કોયલી) તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી બોટલો બાબતે પુછતા બોટલો પોતે ભુપતભાઇ દેવજીભાઇ કુંભારવાડીયા રહે. ફડસર વાળા પાસેથી લીધેલ હોવાનુ જણાવતા ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા ચલાવી રહેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW