મોરબી એલસીબી પોલીસ ને બાતમી મળતા મોરબી-જેતપર રોડ રંગપર ગામ પાસે આવેલ સત્યમ વે-બ્રિજ પાસે આવતા એક ઇસમ મોટર સાયકલની ટાંકી ઉપર બાચકુ લઇને પસાર થતા જે શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલ જોતા હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં-GJ-03-LJ-6450 વાળુ હોય તેમજ તેની પાસે રહેલ બાચકામાં જોતા કોપર વાયર ભરેલ હોય જેના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાતા જે મો.સા.બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ મો.સા. રાજકોટ સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનુ જણાતા. તેમજ કોપર વાયર પકડાયેલ ઇસમે પાવડીયારી કેનાલ પાસે આવેલ લેમલ કારખાનામાંથી ઇલેકટ્રીક કેબલ વાયરની ચોરી કરી તે હોવાનું જણાવતો હોય તેની પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે કિ.રૂ.૩૦,૦૦૦/- તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર આશરે ૨૬ કિલો કિ.રૂ.૧૬૯૦૦/- સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂરને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી.મુજબ પકડેલ છે.
સદરહું મો.સા. બાબતે મજકૂરની પુછપરછ કરતા સદર મો.સા પોતે આજથી આશરે ચારેક માસ પહેલા રાજકોટ બેડી ચોકડી પાસે મોરબી રોડ, ઉપર એક ચાની દુકાન પાસેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે જે મજકુર ઇસમને ઉપરોકત મુદામાલ સાથે મોરબી તાલુકા પો.સ્ટે.માં સોપી આપેલ છે.
-પકડાયેલ ઇસમનું નામ સરનામુ:- – નવઘણભાઇ સ/ઓ મફાભાઇ કમાભાઇ મંદુરીયા/ ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ ભગુપુર તા.ચુડા
જી.સુરેન્દ્રનગર
– આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
રાજકોટ શહેર બી ડીવીજન પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૩૧૦૧૩/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯
– પકડાયેલ મુદામાલની વિગત –
હિરો સ્પેલન્ડર મો.સા. GJ-03-LJ-6450 કિ.રૂ. ૩૦,૦૦૦/- કોપર વાયર આશરે ૨૬ કિલો કિ.રૂ.૧૬,૯૦૦/- મળી કુલ કિ.રૂ.૪૬,૯૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.