ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ની કચેરી, ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકા માં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવેલ.
જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત થતા તારીખ 19.04.2024 ના રોજ અગ્ર સચિવ , શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્ય ના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે અને મોરબી ફાયર જવાનો ને પ્રોત્સાહિત કર્યા છે. જે બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, મોરબી ગર્વની લાગણી અનુભવે છે.