Friday, January 24, 2025

ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સો ને ઝડપી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ

Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના તેમજ વિભાગીય પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ એચ.એ.જાડેજા એ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર ને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે નીચે જણાવેલ આરોપીઓ દલવાડી સર્કલ પાસે હોવાની હકિકત આધારે ચેક કરતા હકિકત વાળા ઇસમો મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૬૩૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી –

(૧) અજયભાઈ બાલાભાઈ ચાડમીયા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે હાલ દલવાડી સર્કલ પાસે ઝુપડામા મોરબી મુળ રહે પોલારપર ગામ તા.જસદણ જી.રાજકૉટ

(૨) સનાભાઈ કરશનભાઈ ભુરીયા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે હાલ દલવાડી સર્કલ પાસે અમી પેલેસ સામે ઝુપડામા મોરબી મુળ રહે ગાંગેડી ગામ તા.ધાનપુર જી.દાહોદ

કબ્જે કરેલ મુદામાલ – એક સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિ.રૂ.૨૫૦૦૦/-

કબ્જે કરેલ મુદામાલ વિગત

એન્જીન નં.HA10AGJSD01297 તથા ચેસીસ નં.MBLHSR089J5D15056 મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે

એ પાર્ટ ગુ.ર.નં.૬૩૭/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯ કિ.રૂ.૨૫૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW