Thursday, January 23, 2025

મોરબી ચૂંટણી તંત્રનો એક નવતર અભિગમ

Advertisement

ટંકારા વહીવટી તંત્રએ બનાવેલ મતદાન દિવસની સંપૂર્ણ કામગીરી અંગેની માર્ગદર્શન વિડીયો ક્લિપ ચૂંટણી સ્ટાફ માટે માઈલસ્ટોન

મતદાન વેળાએ કરવાની થતી કામગીરીની સંપૂર્ણ પ્રક્રિયા અને મતદાન મથકનું કઈ રીતે થાય છે સંચાલન તે અંગે વિસ્તૃત માહિતી

ચૂંટણી એટલે લોકશાહીનો એક મહત્વનો પાયો ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મતદાનના દિવસે સ્ટાફ અને અન્ય લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે ચૂંટણી સ્ટાફ કેવી રીતે મતદાન મથકનું સંચાલન કરે છે, કઈ કઈ જવાબદારીઓ હોય છે તેમજ મતદાન વેળાએ કરવાની થતી કામગીરીની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવતી એક વીડિયો ક્લિપ બનાવવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયા સહજ અને સરળ બને તે હંમેશા ચૂંટણી પંચનો પ્રયાસ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે ત્યારથી લઇ મતદાન અને મતગણતરીની પ્રક્રિયા સુધી આખી ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત બની રહે તે માટે તમામ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક નવતર અને ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ જબલપુર મતદાન મથકે મત કુટીર અને મતદાન અધિકારી સહિતની મતદાન મથક અંદરની વ્યવસ્થાઓ, મતદાન માટેની મશીનરીઝની સુરક્ષા અને સુનિશ્ચિતતા, મતદાનની પ્રક્રિયા, કેવી રીતે ઉમેદવારોને મત આપવામાં આવે તેની ગણતરી કેવી રીતે થાય, મશીન સીલ કરવાની કામગીરી, મતદારો માટેની વ્યવસ્થાઓ, મતદાન પ્રક્રિયા દરમિયાન આવતી મુશ્કેલીઓ કે પ્રશ્નો તેમજ તેમનું નિરાકરણ સહિતના મુદ્દાઓને જીણવટપૂર્વક ઉદાહરણ સાથે સમજાવી જે શોર્ટ ફિલ્મ જેવી વીડિયો ક્લીપ બનાવવામાં આવી છે તે ખરેખર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફ, મતદારો અને રાજકીય પક્ષો સહિત તમામ માટે ચૂંટણી અને ખાસ કરીને મતદાનના દિવસની કામગીરીની આંટી ઘુંટીઓને સહજ અને સરળ બનાવવા માટે માઈલસ્ટોન સમાન છે.

જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શન હેઠળ ટંકારા મામલતદારશ્રી કેતન સખીયા અને મામલતદાર કચેરીના સ્ટાફ અને માસ્ટર ટ્રેનર ટીમના જયેશભાઈ પાડલીયા, અલ્પેશ ભાઈ પુજારા, રાજેશભાઈ મેરા, આનંદભાઈ મોકાસણા, વિનોદભાઈ સુરાણી, પ્રવીણભાઈ પારઘી તેમજ સપોર્ટિંગ ટીમમાં મગનભાઈ ઉજરીયા, મુકેશભાઈ પટેલ, ભીખાલાલ ભોરણીયા, જશવંતભાઈ ચાવડા, ધીરજભાઈ ભાગીયા, દિગીશાબેન કરોતરા, અક્ષાબેન ચૌધરી, ભરતભાઈ દુબરિયા, દિલીપભાઈ કુંઢીયા, લાલદાસ નિમાવત, કનુભા લાંબા, હેમંતભાઈ ચૌહાણ, પરેશભાઈ ગોગરા, મોહિતભાઈ ચૌહાણ સહિત ટીમે જહેમત ઉઠાવી બનાવેલ આ વીડિયો ક્લિપ સમગ્ર ગુજરાત ચૂંટણી તંત્ર અને ચૂંટણી ફરજમાં રોકાયેલ સ્ટાફ, રાજકીય પક્ષો તેમજ મતદારો માટે માર્ગદર્શનનો મહત્વનો સ્ત્રોત બની રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW