Wednesday, January 22, 2025

દેવીપુર ગામે થયેલ ઇલેક્ટ્રિક મોટર ની ચોરીનો ભેદ ઉકેલતી હળવદ પોલીસ

Advertisement

હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાંથી જુદી જુદી છ જગ્યાએથી ઈલેક્ટ્રીક મોટરોની ચોરી કરનાર ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
ગત તા.૨૫/૦૫/૨૦૨૪ ના સાંજના પાચેક વાગ્યાથી તા.૨૬/૦૫/૨૦૨૪ સવારના સાડા નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન દેવીપુર ગામની સીમમાં કેનાલ ઉપર રાખેલ જુદી જુદી કુલ-૦૬ ઈલેક્ટ્રીક મોટરો જે એક ઈલેક્ટ્રીક મોટરની કિં.રૂ.૧૦૦૦૦/- લેખે કુલ કિં.રૂ.૬૦૦૦૦/- ના મતાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ જતા ગુનો બનવા પામેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ આઇ.પી.સી કલમ-૩૭૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ હતો.
જેથી હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અગાઉ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની વોચમાં રહી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. પોતાની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હળવદ મોરબી ચોકડી ખાતેથી ઈકો ગાડીમાં આવેલ ત્રણ ઈસમો સંતોષભાઈ વેલજીભાઈ રાઠવા ઉ.વ.૩૦ રહે. રહે.હાલ. દેવીપુર ગામે દેવજીભાઈ જેરામભાઈની વાડીએ તા.હળવદ જી.મોરબી મુળ રહે. પુંજારા ફળીયું ગામ.મોટા રામપુરા તા.જી.છોટાઉદેપુર, વિક્રમભાઈ પીમલાભાઈ રાઠવા ઉ.વ.રર રહે.હાલ. લઘધીરપુર મોરબી તા.જી.મોરબી મુળ રહે. આંબલી ફળીયું બીલવાંટ ગામ તા.જી.છોટાઉદેપુર, બિસન સવલસિંહ કલેશ ઉ.વ.૨૮ રહે.હાલ. લઘધીરપુર મોરબી તા.જી.મોરબી મુળ રહે. કલેશ ફળીયું છોટાગુડા પો.સ્ટ જી.અલીરાજપુરવાળાને પકડી પાડી ઈકો ગાડીમાં ચોરીના ગુનામાં ગયેલ મુદામાલ ઈલેક્ટ્રીક મોટરો નંગ-૬ કિં.રૂ.૬૦,૦૦૦/- સાથે મળી આવતા આરોપીઓને ડીટેઈન કરી હળવદ પો.સ્ટે લાવી ગુન્હો ડીટેક્ટ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW