Friday, January 10, 2025

૩ જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦:૦૦ થી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે

Advertisement

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ અમરસર ફાટક પર વાહનોની અવર જવર માટે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી કુલ ૮ કલાક પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન-વ્યવહાર અન્ય રોડ પર ડાયવર્ટ કરવાનો રહેશે તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW