Tuesday, February 4, 2025

મોરબી એનડીપીએસ ના ગુન્હાના આરોપી નો નીર્દોષ છુટકારો

Advertisement

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મો. તા. પો. સ્ટે. પ્રોહી. ગુ. ૨જી. નં. ૫૫૩૩/૧૭ ના ગુન્હાના કામે એનડીપીએસ એકટ ૧૯૯૫ ની કલમ ૮ (સી), ૧૮ (બી), ના કામે આરોપી ના પોતાના કબજા ભોગવટા વાળી હોટલ માં ગેરકાયદેસર રીતે અફીણ નો જથ્થો કુલ વજન ૨૯૫૩.૫ ગ્રામ કીમત રૂા. ૫૩૦૭૦/- સદરહુ મુદામાલ સાથે રેઈડ કરેલ આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર રહે. રણીયાણા તા. મલાહારગઢ જી. મંડસોર મધ્યપ્રદેશ, વાળા સામે એનડીપીએસ એકટ ૧૯૯૫ ની કલમ ૮ (સી), ૧૮ (બી) મુજબ આરોપી ની ઘરપકડ કરી ત્યારબાદ તપાસ પુર્ણ કરી નામ. અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા સદર કેશ એનડીપીએસ કેશ નં. ૧/૨૦૨૦ થી મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી આર. જી. દેવઘ૨ા સાહેબ ની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર ના તરફે વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા બચાવ પક્ષ ના વકીલ ની દલીલો માન્ય રાખી આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર ને મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબશ્રી મોરબી ના શ્રી આર. જી. દેવઘરા સાહેબ ની કોર્ટમાં આરોપી ને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW