મોરબી શહેર ઉપર આફત સમાન બની રહેલ નદીના પટમાં થઈ રહેલ બાંધકામ ૩૦ દિવસમાં તોડી પાડવામાં નહિ આવે તો જેતે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ
મોરબી મચ્છુ નદીના પટમાં જુલતા પૂલ દુર્ઘટના સ્થળ ની નજીક જ્યાં ૧૩૫ થી વધુ લોકો ના જીવ ગયા તે સ્થળ પર RCC નું પાક્કું બાંધ કામ થઈ રહિયુ છે જેની મોરબીના જાગૃત નાગરિક કે. ડી. પંચાસરા અને દિલીપભાઈ અગેચણીયા દ્વારા કલેક્ટર ને અરજી કરવામાં આવી હતી જેમાં તંત્ર સામે ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા કે જે બાંધકામ થઈ રહીયું છે તેનાથી નદીની પહોળાઈ ખુબજ ઘટી ગઈ છે જેથી ભવિષ્યમાં વધુ વરસાદ થાય થતાં ડેમ ના પાટિયા ખોલતા પાણી નું લેવલ ભય જનક સપાટી વટાવી શકે છે અને ફરી પાછું મચ્છુ હોનારત નું પુનરાવર્તન થઈ શકે છે
જેની ગંભીતાપૂર્વક નોંધ લઈ મોરબી કલેકટર કેબી ઝવેરી દ્વારા ટીમ બનાવી સ્થળ ની માપણી તેમજ લાગતા વિભાગો મંજૂરી લેવામાં આવી છે કે નઇ તેની તપાસ કરાઈ રહી છે ત્યારે
મોરબી શહેર પર ખતરો ઉભો થાય તેવા મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામને ૩૦ દિવસમાં તોડી પાડવા આદેશ અન્યથા કાયદીકય કાર્યવાહી કરવાની નોટીસ આપતા સમગ્ર મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલો BAPS સ્વામીનારાયણ મંદીરના સંચાલકો દ્વારા ખડકી દેવામાં આવેલ દિવાલ ભારે ચર્ચામાં આવી છે મોરબી મહાકાય મચ્છુ ડેમ ૨ના ચોમાસે ભારે વરસાદના કારણે વધારે પડતા દરવાજા ખોલવા પડે તો પરિસ્થિતિ ગંભીર બની જાય છે તે શહેરના સૌ કોઈ પ્રજાજનો જાણે જ છે તેવામાં ઝુલતા પુલ પાસે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મચ્છુ નદીના પટમાં મોરબી શહેર પર રીતસર ખતરો ઉભો થાય તેવુ ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા મોરબીના જાગૃત નાગરિકો દ્વારા પ્રજાના હિતમાં કોઈ મોટી જાનહાની ન થાય તેના માટે કલેકટરને અરજી કરવામાં આવી હતી જેની તાત્કાલિક નોંધ લઈને કલેકટરે શહેરને જોખમી બનતા બાંધકામને તોડી પાડવાની નોટીસ પાઠવી ૩૦ દિવસમાં જેતે સંસ્થા દ્વારા નગરપાલિકાની પુર્વ મંજરી વિના ખડકી દેવામાં આવેલ બાંધકામ સ્વ-ખર્ચે તોડી પાડવા આદેશ કરાતા ગેરકાયદેસર બાંધકામ કરનારામાં ફફડાટ ફેલાઇ ગયો છે મોરબી ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ ગંભીર બની વણસે છે તેવામાં મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને નડતરરૂપ બાંધકામ થતા ચોમાસે શહેરમાં દોડાદોડી થાય અને પાણી ઘુસી જાય તેવા દ્રશ્યો સર્જાય તે પહેલાં જ ત્વરીત નિકાલ કરાઈ તે પ્રજા હિતમાં નિર્ણય અતિ આવશ્યક અને જરૂરી છે થોડા વર્ષો પહેલા જ મોરબી ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા મચ્છુ ડેમના વધુ પડતા દરવાજા ખોલવામાં આવતા શહેરના હાર્દ સમા પાડાપુલને લગો-લગ જતા ધસમસતા પ્રવાહથી શહેરીજનોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો હતો અને માળીયા સહીતના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી તેવામાં જો આગામી ચોમાસામાં આવો કોઈ ભારે વરસાદ થાય તો ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ બાંધકામ મોરબી શહેર માટે મોટૂ જોખમ ઊભું કરી મોટી જાનહાની થાય તો નવાઈ નહી જેથી યોગ્ય સમયે સાવચેતીના ભાગરૂપે મોરબી શહેરની જનતાને જોખમમાં ન મૂકાઈ તે પહેલા બાંધકામ તોડી પાડવા આદેશ કરાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે