જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં સીધા માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ તથા તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ ખાતે કેન્સર રોગ અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ રાખવામાં આવેલ, આ કેમ્પ સવારે દિપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવેલ, અને આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટયુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ખાતેથી કેન્સર રોગનાં નિષ્ણાંત ડોક્ટરો હાજર રહેલ, જેઓ દ્વારા કેમ્પમાં આજુ બાજુનાં ગામડામાંથી તથા કારખાનામાંથી આવેલ કુલ ૧૪૦ દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ જેમાં ઓરલ કેન્સરના ૪૫ શંકાસ્પદ દર્દીઓ અને બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરના ૯૫ શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનીંગ કરી રોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવેલ, અને જે દર્દીઓને શંકાસ્પદ લક્ષણો દેખાયેલ તેઓના સેમ્પલ કલેક્શન કરવામાં આવેલ તથા આગળની તપાસ તથા સારવાર માટે રાજકોટ અને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ, આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાહુલ કોટડીયા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષભાઈ પારજીયા તથા પ્રા.આ.કેન્દ્ર ઘુંટુનાં સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.