Sunday, February 2, 2025

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આર.ડી.એન.પી.પ્લસ દ્વારા એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામ’નું આયોજન કરાયું

Advertisement

વિવિધ દાતાઓના સહયોગથી ૫૦ એચ.આઈ.વી./એઇડ્સગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કીટ અર્પણ કરાઈ

આર.ડી.એન.પી.પ્લસ (રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) સંસ્થા દ્વારા પોઝીટીવ લોકો તેમજ બાળકોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગરૂપે તારીખ ૧૩/૬/૨૦૨૪ ને ગુરુવારના રોજ મોરબી જિલ્લાના ૫૦ એચ.આઈ.વી./એઇડ્સગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકો માટે ‘એજ્યુકેશન સપોર્ટ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા, સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડો. દિશા પાડલીયા, સુરેશભાઈ-સી.એસ.ઓ વગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત બાળકોને ઉજળા ભવિષ્ય વિશે આશીર્વચન આપવામાં આવ્યા હતા. અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકો સાથે ગોષ્ઠી કરી બાળકોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમના સુવ્યસ્થિત આયોજન આર.ડી.એન.પી પ્લસ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના વિવિધ દાતાશ્રીઓ જેવા કે, સીમ્પોલો ફાઉન્ડેશન મોરબી, દર્શનભાઈ કનેરીયા-મિડાસ સેનેટરીવર્સ પ્રા.લિ.,મોરબી, ઇન્દુભાઈ વોરા-વોરા વેલ્ફેર ફાઉન્ડેશન, નરેન્દ્રભાઈ ઝીબા-મેનેજરશ્રી ફૂલછાબ માનવ સેવા ટ્રસ્ટ, હિરેનભાઈ ચાંગેલા-પેલીકન રોટો ફ્લેક્સ પ્રા. લી., મનોજભાઈ જોબનપુત્રા-એચ.જે.સ્ટીલ, વિજયભાઈ-અજંતા સ્ટીલ કંપની, ઘોઘાબાપુ-ઈશ્વરીયા પોસ્ટ, લાભુભાઈ આલાભાઇ શેભલીયા, શીલાબેન કનારા, ઘનશ્યામસિંહ જાડેજા, સંદીપભાઈ કોટેચા, વૃંદાવન ડેરી, જાગૃતિબેન વિપુલભાઈ સટોડિયા-ગોંડલ વગેરે દાતાશ્રીઓનો ફાળો ખુબ મહત્વનો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આર.ડી.એન.પી.પ્લસ (રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) સંગઠનની સ્થાપના ૩ માર્ચ ૨૦૦૫ ના રોજ એચ.આઈ.વી. પોઝીટીવ લોકો દ્વારા સમગ્ર રાજકોટ જિલ્લામાં એચ.આઈ.વી. સાથે જીવતા લોકોના લાભાર્થે કરવામાં આવી હતી. જેનો મુખ્ય ધ્યેય રાજકોટ જિલ્લામાં એચ.આઈ.વી./એઇડ્સ સાથે જીવતા લોકો માટે એક એવુ સક્ષમ અને સાનુકુળ વાતાવરણ ઉભુ કરવું કે જ્યા કોઈપણ જાતના ભેદભાવ વગર સારવાર તથા સંભાળ અને દવાઓ મળી રહે તેમજ તેમના માનવ અધિકારોનું રક્ષણ થાય. અને આ હેતુઓ સાથે આ સંસ્થા દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW