પોલીસ અધિક્ષક કચેરી-મોરબી મુકામે તા. 13 જુન 2024ના રોજ આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદા૨ી કાયદા જેવા કે,
ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાથ્ય અધિનિયમ અંગે પ્રાસંગીક કાર્યક્રમ યોજાયેલ તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ અને પ્રખર શિક્ષણવિદ પી.ડી.કાંજીયા સંચાલિત નવયુગ લો કોલેજ-વી૨૫૨(મોરબી)ના પ્રિન્સિપાલ ડૉ.સંઘવી એ નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે પોલીસ અધિકારીઓ, PSI, ASI તથા અન્ય પોલીસ કર્મીઓને રસપ્રદ માહિતી પુરી પાડેલ હતી. સમયના વહેણની સાથે અંગ્રેજના સમયના જુના પુરાણા જુના કાયદાના સ્થાને નવા કાયદાની અમલ કરવાની શા માટે જરૂરીયાત ઉપસ્થિત થઈ તે અંગે સમજણ આપેલ હતી. તેમજ અત્યારના આધુનિક સમયમાં કાયદાને મજબૂત કરી ગુનાખોરીના ક્ષેત્રે બદલાતી જતી પધ્ધતિઓ અંગે જાણ કરેલ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહેલ હતા.