આ કેમ્પમાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ અંતર્ગત કોમ્પ્યુટર ટ્રેડ, ઇલેકટ્રીક ટ્રેડ, મિકેનિક ટ્રેડ, જેવા વિવિધ ગૃપની પ્રાયોગિક તાલીમ મેળવી હતી.
આ કેમ્પમાં ઔધોગિક તાલીમ સંસ્થા મોરબી ITI ના ફોરમેન ઈન્સ્ટ્રકર શ્રી.જે.એચ.હળવદીયા, શ્રી આર.આર.ધાનજા તથા નવીન નકુમભાઈ દ્વારા તાલીમ આપવામાં આવેલ. આચાર્ય માયા પટેલ તેમજ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર ના સહયોગ થકી વિદ્યાર્થીઓએ સફળતા પૂર્વક કેમ્પ પૂર્ણ કરેલ.