વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો મોબાઇલ ફોન ચોરીનો અનડીટેક ગુનો ડીટેકટ કરી એક આરોપીને મોબાઇલ ફોન સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ઇપીકો ક-૩૭૯ મુજબનો ગુન્હો ગઇ તા.૧૦/૦૫/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ હોય, જે ગુન્હો છેલ્લા એક મહિનાથી વણશોધાયેલ હોય આ ગુનો શોધી કાઢવા માટે મોરબી એલસીબી સ્ટાફ કાર્યરત હોય તે દરમિયાન એલ.સી.બી.સ્ટાફને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે હાર્દીક ગોવિંદભાઇ અસૈયા ઉવ-૩૩ રહે.વાંકાનેર, આરોગ્યનગર, શેરી નંબર-૫, તા.વાંકાનેર જી.મોરબી વાળાને વાંકાનેર ગાયત્રીચોક આરોગ્યનગર ખાતેથી ચોરીના મુદામાલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી તેને ગુના સંબધી પુછપરછ કરતા આ મોબાઇલ ફોન તેણે ચોરી કરી મેળવેલ હોવાની હકીકત જણાવતો હોય જેથી ઇસમે આ ફોન ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા શકમંદ મિલ્કત તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી ઇસમને સી. આર.પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.