Thursday, January 23, 2025

પ્રવેશપાત્ર બાળકોમાં આંગણવાડીમાં હળવદ, બાલવાટિકા અને ધોરણ-૧ માં વાંકાનેર તેમજ ધોરણ-૯ માં મોરબી આગળ

Advertisement

કન્યાઓ આગળ; જિલ્લામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર ૩૦૫૭ કુમારની સામે ૩૩૭૬ કન્યાઓ !

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં યોજાનાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત અનેક બાળકો આંગણવાડી બાલવાટિકા ધોરણ-૧ અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં આંગણવાડીમાં સૌથી વધુ હળવદ, બાલવાટિકામાં સૌથી વધુ વાંકાનેર, ધોરણ-૧ માં સૌથી વધુ વાંકાનેર તેમજ ધોરણ-૯ માં સૌથી વધુ મોરબી તાલુકામાં બાળકો પ્રવેશ મેળવનાર છે. વધુમાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર બાળકોની સંખ્યામાં પણ કન્યાઓએ કુમારોને ટક્કર આપી છે, જિલ્લામાં ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર ૩૦૫૭ કુમારની સામે ૩૩૭૬ કન્યાઓ પ્રવેશ મેળવનાર છે.

વિગતે વાત કરીએ તો, આંગણવાડીમાં મોરબી તાલુકામાં ૪૯૫ કુમાર તેમજ ૪૭૩ કન્યા મળી ૯૬૮ બાળકો, માળીયા તાલુકામાં ૧૭૪ કુમાર તેમજ ૧૮૮ કન્યા મળી કુલ ૩૬૨ બાળકો, ટંકારા તાલુકામાં ૨૦૦ કુમાર તેમજ ૧૮૦ કન્યા મળી કુલ ૩૮૦ બાળકો, વાંકાનેર તાલુકામાં ૬૩૨ કુમાર તેમજ ૫૬૨ કન્યા મળી કુલ ૧૧૯૪ બાળકો અને હળવદ તાલુકામાં ૭૪૭ કુમાર તેમજ ૭૩૫ કન્યા મળી ૧૪૬૨ બાળકો પ્રવેશ મેળવનાર છે.

બાલવાટિકામાં મોરબી તાલુકામાં ૧૨૯૩ કુમાર તેમજ ૧૩૬૬ કન્યા મળી ૨૬૫૯ બાળકો, માળીયા તાલુકામાં ૩૦૧ કુમાર તેમજ ૩૧૮ કન્યા મળી કુલ ૬૧૯ બાળકો, ટંકારા તાલુકામાં ૩૨૧ કુમાર તેમજ ૩૨૩ કન્યા મળી કુલ ૬૪૪ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૧૬ કુમાર તેમજ ૧૪૯૯ કન્યા મળી કુલ ૩૦૧૫ બાળકો અને હળવદ તાલુકામાં ૧૦૪૫ કુમાર તેમજ ૯૫૮ કન્યા મળી ૨૦૦૨ બાળકો પ્રવેશ મેળવનાર છે.

ધોરણ ૧ માં મોરબી તાલુકામાં ૮૦૧ કુમાર તેમજ ૮૦૩ કન્યા મળી ૧૬૦૪ બાળકો, માળીયા તાલુકામાં ૧૪૩ કુમાર તેમજ ૧૪૭ કન્યા મળી કુલ ૨૯૦ બાળકો, ટંકારા તાલુકામાં ૪૨૮ કુમાર તેમજ ૩૫૧ કન્યા મળી કુલ ૭૭૯ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૩૯ કુમાર તેમજ ૧૫૯૪ કન્યા મળી કુલ ૩૧૩૩ બાળકો અને હળવદ તાલુકામાં ૧૩૪૩ કુમાર તેમજ ૧૧૬૪ કન્યા મળી ૨૫૦૭ બાળકો પ્રવેશ મેળવનાર છે.

ધોરણ ૯ માં મોરબી તાલુકામાં ૧૧૪૨ કુમાર તેમજ ૧૩૯૪ કન્યા મળી ૨૫૩૬ બાળકો, માળીયા તાલુકામાં ૩૬૮ કુમાર તેમજ ૪૨૦ કન્યા મળી કુલ ૭૮૮ બાળકો, ટંકારા તાલુકામાં ૨૩૦ કુમાર તેમજ ૨૮૭ કન્યા મળી કુલ ૫૧૭ બાળકો, વાંકાનેર તાલુકામાં ૫૩૮ કુમાર તેમજ ૫૮૬ કન્યા મળી કુલ ૧૧૨૪ બાળકો અને હળવદ તાલુકામાં ૭૭૯ કુમાર તેમજ ૬૮૯ કન્યા મળી ૧૪૬૮ બાળકો પ્રવેશ મેળવનાર છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW