મોરબી ટાઉન વિસ્તારમાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી ઉબકા કરવાનું નાટક કરી પેસેન્જરની નજર ચૂકવી રોકડ રૂપિયા ૫૦,૦૦૦ સેરવી લઈ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને રોકડ રકમ રૂ. ૫૦,૦૦૦ તથા ચોરીની રીક્ષા સાથે મોરબી એલસીબી / પેરોલ ફર્લોની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગઇ તા.૨૪ ના રોજ સવારના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ એક રીક્ષામાં ત્રણ પુરૂષ તથા એક સ્ત્રી મળી કુલ ચાર અજાણ્યા ઇસમોએ મોરબી શનાળા રોડ, માર્કેટીંગ યાર્ડ પાસેથી એક વ્યકિતને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી વાતચીત કરી ઉલ્ટી ઉબકાનું નાટક કરી પેસેન્જરની નજર ચુકવી તેના ખીસ્સામાં રહેલ રોકડા રૂપીયા-૫૦,૦૦૦/- ની ચોરી કરી હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદના આધારે ચોરી કરનાર ઈસમોને ઝડપી પાડવા એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી સોપવામાં આવેલ હતી.
આ ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સી.એન.જી.રીક્ષા નંબર-GJ-03- BX-6186 માં ગુનાને અંજામ આપનાર એક સ્ત્રી કાંતાબેન હરીભાઇ કેશાભાઇ ડાભી ઉ.વ. ૬૫ રહે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી બાપા સીતારામના ઓટા પાસે શેરી નં-૦૪ તા.જી.રાજકોટ મુળ અમદાવાદ જુના વાડજ મેલડી માતાજીના મંદીર પાસે જી.અમદાવાદવાળી તથા રીક્ષા ચાલક ઇરફાનભાઇ મહમદભાઇ બુખારી ઉ.વ. ૨૪ રહે. હાલ રાજકોટ, સોલવન્ટ રસુલપરા ઢાળ ઉતરતા બરકાતીનગર તા.જી.રાજકોટ મુળ ગામ જામનગર દરબારગઢ પટણીવાસ અલીભાઇ મસ્ત મંડપ વાળાના ડેલામાં જી.જામનગરવાળાને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી લીધા હતા તથા પુછપરછ કરતા અન્ય બે ઇસમો ગયઢો ઉર્ફે ગઢો હરીભાઇ ડાભી રહે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી, કીશનભાઇ મગનભાઈ પાંભણીયા રહે, રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે શીવનગર શેરી નં-૦૨ રાજકોટવાળાનુ નામ ખુલતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ આરોપીઓએ નજર ચૂકવી સેરવી લીધેલ રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- તથા ગુનામાં વપરાયેલ સી.એન.જી. રીક્ષા તથા એક મોબાઇલફોન મળી કુલ રૂ.૧,૨૫, ૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.