Friday, January 24, 2025

માળિયા મી. : દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

Advertisement

માળિયા (મી) સ્થિત દેવ સોલ્ટ પ્રા લી તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દેવ સોલ્ટ પ્રા લી તેમજ દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન લાંબા સમયથી સામાજિક કલ્યાણની પ્રવૃતિઓમાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે, ખાસ કરીને સૈક્ષણિક પ્રવૃતિઓ સાથે. તેઓ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવધ કાર્યક્રમો, શૈક્ષણિક કીટનું વિતરણ, રમત ગમત સ્પર્ધા, આઈ.ટી (કમ્પ્યુટર અને પ્રિન્ટર) શાળા ને ભેટ, શાળામાં વોટર કુલરની સુવિધા ટી-શર્ટનું વિતરણ અને પર્યાવરણ લક્ષી શિક્ષણ જેવા વિવધ કર્યો કરયા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં હતી. આ કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા માળિયા (મી.) તથા ભચાઉ તાલુકાની વિવિધ શાળાઓમાં ધો. ૧ માં અને બાલવાટિકા માં પ્રવેશતા ૪૦૦ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરયુ હતુ. આ વિતરણ દરમિયાન વિવધ સરકારી વિભાગોના હોદેદારો, ગામના સરપંચઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
આ શૈક્ષણિક કીટના વિતરણ દરમિયાન ધો. ૧ માં અને બાલવાટિકા માં પ્રવેશતા બાળકોમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.
આવા અવનવા કાર્યક્રમો આયોજવા બદલ શાળાનો સ્ટાફ, સરપંચો અને ગ્રામજનો દેવ સોલ્ટ અને દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉનડેશન નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દેવ સોલ્ટ પ્રા. લી. ના જોઈન્ટ ડાઈરેક્ટર કરણસિંહ ઝાલાના નેતૃત્વ હેટળ કંપનીના અધિકારી વિવેક ધ્રુણા, રમજાન જેડા, અમિત સવસેટા અને રાજેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું .

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW