Friday, January 24, 2025

મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તલાટી કમ મંત્રીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Advertisement

મોરબી જિલ્લામાં વર્ષાઋતુનો પ્રારંભ થઇ ગયેલ હોય તેના કારણે અતિ ઝડપથી પવન ફુંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેથી ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયત સેક્રેટરીની હાજરી અનિવાર્ય હોવાથી વર્ષાઋતુ સંદર્ભે મહત્વની સુચનાઓનું પાલન કરવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે.

આ પરિપત્ર અનુસાર તમામ તલાટી-કમ મંત્રીશ્રીઓ ફરજિયાત હેડક્વાર્ટર પર રહે તે માટેની સુચના આ૫વામાં આવે છે અને સેજાના તેમજ ચાર્જના ગામમાં હાજરી આપવાની થાય તો તેની જાણ અગાઉથી સરપંચ તથા વિસ્તરણ અઘિકારી(પંચાયત)ને કરવી અને કયા વારે કયા ગામે હાજર રહેવાને છે તે અંગેનું બોર્ડ ગ્રામ પંચાયત ખાતે ફરજિયાત લગાવવાનું રહેશે.

તાલુકા કક્ષાની અઠવાડિક બેઠકમાં હાજર રહેવાનુ હોય ત્યારે તેની જાણ પણ સરપંચને કરવી અને બેઠક પુર્ણ થયા બાદ તાત્કાલિક ફરજ પર હાજર થઇ જવાનું રહેશે. તાલુકા વિકાસ અઘિકારી દ્વારા બિન અધિકૃત ગેરહાજર રહેનાર તલાટી કમ મંત્રીની જે-તે દિવસની બિન પગારી રજા ગણવાની રહેશે અને વાંરવાંર આવુ બનવા પામે તો શિક્ષાત્મક કાર્યવાહી હાથ ઘરવા સુચના આપવામાં આવી છે. વિસ્તરણ અઘિકારી(પંચાયત) સંવર્ગના કર્મચારીશ્રીએ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રીની હાજરીની ખરાઇ કરવાની રહેશે અને તેનો હકીકત લક્ષી અહેવાલ તાલુકા વિકાસ અઘિકારી મારફત અત્રેની કચેરીને મોકલી આપવાનો રહેશે.

ગ્રામ્ય કક્ષાએ ભારે વરસાદ દરમિયાન ઉપલબ્ઘ ટ્રેકટર, જે.સી.બી, બુલડોઝર, ટ્રક વગેરે વાહન માલિકોની સંપર્ક યાદી તલાટી-કમ મંત્રીએ તૈયાર કરવી તેમજ આ બાબતની કામગીરીની ચકાસણી વિસ્તરણ અઘિકારી(પંચાયત)એ કરવાની રહેશે. વરસાદ દરમિયાન તલાટી-કમ મંત્રીઓ ફરજ પર સતત સ્ટેન્ડ બાય રહેવાનું રહેશે તથા આવશ્યક તમામ જરૂરી પગલા લેવાના રહેશે. ઉપરાંત તેઓના વિસ્તારમાં કોઇ દુર્ઘટના બને તો તેની જાણ તરતજ જિલ્લા કક્ષાએ કરવાની રહેશે તેવું મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW