ગુજરાત રાજ્ય પોલીસ ઉપસચિવ
ડૉ. વિશ્વાસ દેસાઇએ સ્માર્ટ ક્લાસ રૂમનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાત રાજ્યની શાળાઓમાં બાળકોના ૧૦૦% નામાંકનના ધ્યેય સાથે અને બાળકોના ભવિષ્યને અમૃતમય બનાવવાના સંકલ્પ સાથે રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ચાલી રહ્યો છે. મોરબી જિલ્લાના તાલુકાઓની શાળાઓમાં અનેરા ઉત્સાહ સાથે બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રતાપગઢગામની પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્ય પોલીસ કમ્પલેન ઓથોરીટી ઉપસચિવ ડૉ. વિશ્વાસ દેસાઈના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. વિશ્વાસ આર. દેસાઇએ પ્રવેશ કરનારા બાળકોને નવા સોપાન સર કરવા શુભેચ્છા પાઠવી હતી. પ્રતાપગઢ પ્રાથમિક શાળાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્માર્ટ ક્લાસ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું.
આંગણવાડી, બાલ વાટિકા અને ધો. ૧માં પ્રવેશ મેળવનાર મેળવનાર કુમાર અને કન્યાઓને સ્કૂલ બેગ અને સ્ટેશનરીની વસ્તુઓ આપી સ્વાગત કરાયું હતું. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વક્તવ્ય રજૂ કર્યા હતા. સાથો સાથ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ ઉપસચિવ ડૉ. વિશ્વાસ આર. દેસાઈ, શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ સી. આર. સી. કેતનભાઈ પટેલ, શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.