મોરબી તાલુકાના માણેકવાડા ગામમાં પ્રાથમિક શાળા અને મોટી વાવડી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રવેશ ઉત્સવમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ ૧ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ગત શૈક્ષણિક વર્ષના ધોરણ 3 થી 8 માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ હાજરીમાં પ્રથમ, સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા અને દાતાશ્રી રતિભાઈ દેત્રોજા અને વિપુલભાઈ ગોધવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સી.આર.સી.કો. ઓ . ઉમેશભાઈ પટેલ, ગામના સરપંચ બ્રિજરાજસિંહ જાડેજા, ડૉ . બોરસાનીયા , (આયુર્વેદિક દવાખાનું)ગામના આગેવાનો, એસ.એમ.સી. સભ્યો,આરોગ્ય કર્મચારી, મ .ભો.યો.સ્ટાફ,શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની કુ.આશા પરમાર તથા કુ. વંદના ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફ ગણે સુંદર જહેમત ઉઠાવી હતી.