Thursday, January 23, 2025

મોરબી PGVCLના ડાયરેક્ટર દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે મિટિંગ યોજાઇ

Advertisement

પીજીવીસીએલનાં મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા મેડમ દ્વારા મોરબી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે રૂબરૂ મોરબી ખાતે ખાસ બેઠક રાખવામાં આવેલ સાથોસાથ મોરબી ખાતે સાતત્યપૂર્ણ વીજપ્રવાહ તેમજ ત્યાંનાં સ્થાનિક પ્રશ્નોના સમાધાન તેમજ માર્ગદર્શન પૂરું પાડવા મુલાકાત કરી. ચર્ચા દરમિયાન નીચે મુજબના સૂચનો અને તાત્કાલિક કામગીરી હાથ ધરાયેલ.

મોરબીમાં ખૂબ જ મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવતો હોય ત્યાનાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે ખાસ બેઠક કરી અને તેમના પ્રશ્નોનાં નિવારણ માટે ખાત્રી આપી.

મોરબી વિસ્તારના તમામ ઔદ્યોગિક ફીડરનું સ્થિતિવાર વિશ્લેષણ કરી, પરિસ્થિતી અનુસાર કામગીરી કરવા જણાવેલ.

મોરબી ખાતે 3૬0 કિમી. મીડિયમ વૉલ્ટેજ કવર્ડ કંડક્ટર (MVCC) લગાડવાની કામગીરી ઝડપી પૂરી કરવા જણાવેલ.

ઔદ્યોગિક, GIDC, શહેરી, JGY ફીડર માટે વધારાના સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ (SI) તેમજ મીડિયમ વૉલ્ટેજ કવર્ડ કંડક્ટર (MVCC) લગાડવાની વિગતવાર નોંધ બુધવાર સુધીમાં સબમિટ કરી આપવા સૂચના પાઠવી.

આગામી ૧૫ દિવસ સુધી મોરબીમાં માસ મેઈનટેનન્સ હાથ ધરવામાં આવશે

મોરબીના અધિક્ષક ઈજનેર તેમજ ઔદ્યોગિક એસોસિએશન બંનેને દર મહિને સંકલનમાં રહેવા ભાર મૂકવામાં આવેલ.

રીઅલ ટાઇમ કોમ્યુનિકેશન સુનિશ્ચિત કરવા માટે દરેક ફીડર ગ્રૂપનું વોટ્સએપ ગ્રૂપ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું

ચોમાસા દરમિયાન પરિસ્થિતિને પહોંચી વળવા મેઈનટેનન્સ ટીમ અને વાહનો વધારવામાં આવશે બધા જમ્પર બાઈન્ડિંગ્સ વેજ કનેક્ટર્સ સાથે હોવા જોઈએ તે અંગે ઘટતું કરવા સૂચના આપી. એચ.ટી. વીજજોડાણોની પેન્ડન્સી અને તે સંબંધિત સામગ્રીની જરૂરિયાતની સમીક્ષા કરી વર્તુળ કચેરી સ્તરેથી ઘટતી કાર્યવાહી કરવા સૂચિત કરવામાં આવ્યા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW