જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આવતીકાલે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સવારે ૦૯:૩૦ કલાકે ઇન્દ્રપ્રસ્થ ફાર્મ, ન્યુ એરા પબ્લિક સ્કૂલ પાસે, રવાપર-ઘુનડા રોડ, રવાપર, જિલ્લો: મોરબી ખાતે મચ્છુ – ૨ આધારિત રવાપર ગામની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી, જિલ્લો: મોરબી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.