(અહેવાલ:મયંક દેવમુરારી)
મોરબી પોલીસના જાબાંજ જવાને આફ્રિકાના હાઈએસ્ટ પોઈન્ટ માઉન્ટ કિલીમાન્જારો શિખર સર કરતા સીએમે અભીનંદ આપ્યા
આફ્રિકા ખંડના તાન્જાનિયા દેશમાં આવેલ આફ્રિકાના હાઈએસ્ટ પોઈન્ટ માઉન્ટ કિલીમાન્જારો શિખર (ઊંચાઈ – ૫૮૯૫ મીટર, ૧૯૩૪૧ ફૂટ)ના પોઈન્ટને આપે સર કર્યો છે, જે જાણીને આનંદ થાય
આપણે જેવું વિચારીએ છીએ તેવું શક્ય બને છે પણ તેના માટે લક્ષ્ય અને આદર્શ સ્થિર હોવાં આવશ્યક છે. આશાવાદી વિચારોમાં અપાર શક્તિ હોય છે. કંઈક નોખું અને અનોખું કરવા નિર્ણય અને ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો અનેક શિખરો સર થઈ શકે છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા એ રાજકોટ રેન્જ આઈ. જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ. પી. રાહુલ ત્રિપાઠીના સીધા માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભાગ લઈ માઉન્ટ કિલીમાન્જારો શિખર સર કર્યું છે જે ગુજરાત પોલીસની સાથે રાજ્ય માટે ગૌરવપૂર્ણ છે.
મોરબીના ટંકારામાં પૂરની સ્થિતિ વચ્ચે બે બાળકીઓને ખભા પર ઊંચકીને કેડ સમા પાણીમાંથી જીવ બચાવ્યો હતો જે આપના સાહસ અને શૌર્યનું પરિચાયક છે.
સાહસિક પ્રવૃત્તિઓ થકી ગુજરાત રાજ્યનું નામ વૈશ્વિક ફલક પર ઉજ્જવળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજા ને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા