Friday, March 14, 2025

નાની વયે ભાગી ને લગ્ન કરવાની જીદ પકડેલી સગીરાનું અભયમ ટીમ દ્વારા કરાયું કાઉન્સિલિંગ

Advertisement

તારીખ 23/07/24 ના રોજ સગીરાના ભાઈનો અભયમ પર કોલ આવેલ જેમાં તેમણે જણાવેલ કે મારી બહેનના કાઉન્સિલિંગ માટે મદદની જરૂર છે..

181 પર કોલ મળતા જ અભયમ ટીમ તેમની મદદ માટે રવાના થયેલ….જેમા સ્થળ પર પહોંચી પહેલા તો સગીરાના ભાઈ પાસેથી સગીરા વિશેની વાત જાણી ત્યારબાદ સગીરાનુ કાઉન્સિલિંગ કરેલ પરંતુ પહેલા તો તેઓ કશુ જ બોલતા નહોતા ત્યારબાદ ટીમ દ્વારા સગીરાને વિશ્વાસ અપાવી વધુ કાઉન્સેલિંગ કરેલ અને તેમની સમસ્યા જાણી જેમાં તેમણે જણાવેલ કે તેમની ઉંમર 16 વર્ષ છે અને તે એક વર્ષથી એક યુવકને પ્રેમ કરે છે તે વ્યક્તિ ની ઉંમર વર્ષ 23 છે જેમાં એ યુવક મૂળ ઓડિશા રાજ્ય માથી મોરબી કામ કરવા ના અર્થ એ આવેલ અને બંનેને એક બીજા સાથે પ્રેમ થયેલ…
જેમાં ઘરના સદસ્યોને આ પ્રેમ પ્રકરણ ની જાણ ના હોય જેમાં મારા માતા એ મને જણાવેલ કે મને જોવા માટે છોકરો આવશે માતાએ જણાવેલ એક બીજા ને પસંદ આવે તો સગપણ નક્કી કરશું ત્યારબાદ 18 વર્ષ પછી લગ્ન કરાવશે….
જેથી મે આજ રોજ મારા મનમા છૂપાવેલી વાત મારા માતાને જણાવેલ કે હું જે યુવકને પ્રેમ કરું છું તેની સાથે ભાગી જઈશ જેથી મારા ઘરના સદસ્યો ને મારા પ્રેમ પ્રકરણ ની જાણ થયેલ જેથી મારા ભાઈએ મને સમજાવવા માટે 181 મા કોલ કરેલ જેમાં 181 ટીમ દ્વારા સગીરા તથા તેમના પરિવારને સમજાવેલ હાલ સગીરાની ઉંમર નાની હોવાના કારણે તે લગ્ન કાયદાકીય રીતે ના કરી શકે ને હાલ સગીરા ને તેમની કારકિર્દી બનાવવા જણાવેલ તથા સગીરાના માતાએ એ જણાવેલ મારી દીકરી 18 વર્ષ ની થશે પછી તેને પસંદ આવશે એ વ્યક્તિ સાથે લગ્ન કરી આપશે….જેમાં કિશોરીએ ભાગી ને લગ્ન કરવાની જીદ છોડી દીધેલ જેથી ઘરના સદસ્યો એ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ….

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW