Saturday, March 15, 2025

મોરબી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરતાં પ્રભારી સચિવ મનિષા ચંદ્રા

Advertisement

ચાંદીપુરા વાઈરસ સંદર્ભે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાઇ રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામો, યોજનાઓના અમલીકરણ અને અન્ય વહીવટી તંત્રની બાબતો અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક અન્વયે સચિવશ્રીએ જિલ્લામાં પડેલ વરસાદ અને થયેલી વાવણી, પીવાના તેમજ સિંચાઈના પાણીની સ્થિતિ, ચાંદીપુરા વાઈરસ સબંધિત લેવાયેલા પગલા સહિત આરોગ્ય વિભાગની વિવિધ કામગીરી, આયોજન કચેરી હેઠળના વિકાસ કામ અને જિલ્લામાં ચાલી રહેલા સરકારના મહત્વના પ્રોજક્ટ, વિકાસ કામો અને યોજનાઓ તેમજ જિલ્લા કરવામાં આવી રહેલા વૃક્ષારોપણ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

ડેમના બદલવામાં આવેલા તેમજ સુરક્ષા હેતુ કલર કરવામાં આવેલા દરવાજા, ચાંદીપુરા વાઈરસ સંદર્ભે હાલ જિલ્લાની સ્થિતિ, આરોગ્ય વિભાગ દ્વારા તપાસ, સારવાર તેમજ સઘન સર્વે અને ડસ્ટીંગ સહિતની કામગીરી, SDG’s (ટકાઉ વિકાસ) ના વિવિધ પરિમાણની સમીક્ષા કરી આ પરિમાણમાં મોરબી જિલ્લાની સ્થિતિ વધુ સારી બને તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લામાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટ અને વિકાસ કાર્યો જેવા કે મેડિકલ કોલેજ, મોરબી-હળવદ અને મોરબી-જેતપર-અણીયારી હાઈવે, નવલખી પોર્ટ પરના વિકાસ કાર્યો અને ઓવરબ્રીજ તથા ફ્લાય ઓવર સહિતના કાર્યોની પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સિંચાઈ, ખેતીવાડી, આરોગ્ય, આયોજન સહિત વિવિધ કચેરીઓ દ્વારા પ્રેઝેંન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW