ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ- ૬૨૫ તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૨,૭૨,૫૧૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી
મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક આઇસર ગાડી નંબર-GJ-23-AT-3603 વાળી રાજકોટ તરફ જનાર છે. જે આઇસરના પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. જે ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે વાંકાનેર બાઉન્ટ્રી પોલીસ ચોકી પાસે હાઇવે રોડ ઉપર હકિકત વાળા આઇસર ગાડીની વોચમાં હતા. તે દરમિયાન હકીકત વાળી આઇસર ગાડી નીકળતા તેમાં તે ગાડી ને તપાસ કરતા તેમાંથી ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-પર તથા બીયરની પેટી નંગ-૦૨ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
૧. મુળસીંગ પ્રભાતસીંગ રાઠોડ (રાજપુત) ઉ.વ. ૪૨ ધંધો ડ્રાઇવીંગ રહે. કાનોડા તા.જી.બાડમેર (રાજસ્થાન)
– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
૧. માલ મોકલનાર- દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે
૨. માલ મંગાવનાર- રાજુસીંગ રહે. રાજકોટ
– પકડાયેલ મુદામાલની વિગત –
(૧) રોયલ સ્ટગ વ્હીસ્કીની બોટલો નંગ-૧૫૯ કી.રૂ.૬૩,૬૦૦/-
(૨) રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલો નંગ-૧૩૮ કી.રૂ.૭૧,૭૬૦/-
(૩) રોક વ્હીસ્કીની બોટલો નંગ-૨૮૩ કી.રૂ.૯૯,૦૫૦/-
(૪) રીઝર્વ7 રેર વ્હીસ્કીની બોટલો નંગ-૯ કી.રૂ.૨૭૦૦/-
(૫) બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બોટલો નંગ-૩૬ કી.રૂ.૩૦,૬૦૦/-
(૬) કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નંગ-૪૮ કી.રૂ.૪૮૦૦/- (દારૂની પેટી-પર તથા બીયર પેટી-૦૨) તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧૨,૭૭,૫૧૦/- નો મુદામાલ કબજે કરેલ છે.
આરોપીની દારૂ ઘુસાડવા અંગેની ખાસ પધ્ધતિ
તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા. ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ
અંગેની પ્રવૃત્તિ ચાલુ હોય જેથી પકડાયેલ આઇસર ગાડીના ચાલકે ગોવા-કોચીન હાઇવે પરથી ઉપરોકત
દારૂ/બીયરનો જથ્થો પોતાના આઇસરમાં બનાવેલ ચોરખાનામાં સંતાડી મહારાષ્ટ્ર રાજયની બોર્ડર પાસ કરી ગુજરાતમાં આ દારૂ બીયરનો જથ્થો ભરેલ આઇસર ઘુસાડેલ