Tuesday, March 18, 2025

ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી લીધા

Advertisement

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હળવદ પોલીસને મળેલ સંયુક્ત બાતમીના આધારે ઈશ્વરનગર ગામે તળાવની પાળ ઉપર જાહેરમાં જુગાર અંગે રેઇડ કરતા છ ઇસમો ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ જાલરીયા ઉ.વ.૪૮, જગદીશભાઈ માવજીભાઈ ચડાસણીયા ઉ.વ.૫૦, લાલજીભાઈ પ્રેમજીભાઈ પટેલ ઉ.વ.૫૪, પરસોતમભાઈ મગનભાઈ વિડજા ઉ.વ.૪૦, કાંતિલાલ કેશવજીભાઈ કાલરીયા ઉ.વ.૪૫, વિનોદભાઈ કરશનભાઈ રૂપાલા ઉ.વ.૫૫ રહે. ઈશ્વરનગર તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૫,૯૦૦/- સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW