મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામેથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે ઇગ્લીશ દારૂ પડેલ છે અને બે ઇસમો ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા સારૂ પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાં ઈગ્લીશ દારૂ ભરે છે જે મળેલ ખાનગી બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો ઇંગ્લીશ દારૂની બોટલો/બિયર સગેવગે કરતા જોવામાં આવતા બે ઇસમો હેમસિંગ નંદાસિંગ રાવત ઉવ-૨૫ રહે. બલાચ ખનીયાજ મહોલ્લા, તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર ( રાજસ્થાન ) તથા ચંદ્રસિંગ ડવસિંગ રાવત ઉવ-૨૪ રહે. ખેડલા તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર રાજસ્થાનવાળાને પકડી જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૧૭૮૪ કિ.રૂ.૭,૫૦,૬૬૦/- તથા બીયરના ટીન નંગ- ૧૧૮ કીરૂ ૧૧,૮૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૪ કી.રૂ. ૯૫૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કીરૂ ૮૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૮,૬૫,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.