આજરોજ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલી યુનિક સ્કૂલ ની અંદર ભારત વર્ષ ના શૈક્ષણિક ઇતિહાસમાં શીખવવામાં આવતી 64 કળાઓ માની એક પાક કળા બાળકોમાં પ્રોત્સાહન આપવા માટે એક પ્રતિયોગીતા ના રૂપે પીરસવામાં આવી હતી.
ફાયરલેસ કુકિંગ ની અંતર્ગત યુનિક સ્કૂલના ધોરણ 1 થી લઈને બહારના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને પોતાની જાતને એકલા હોય ત્યારે પણ પૌષ્ટિક જમવાનું કે નાસ્તો કેમ બનાવી શકાય એનું જ્ઞાન આપવામાં આવ્યું.
આ કોમ્પિટિશન યુનિક સ્કૂલની સાથે ફ્રેન્ડસ ક્લબ ઓફ મોરબી દ્વારા પણ સંમેલિત રૂપે યોજવામાં આવી હતી.
આજના કોમ્પિટિશન ની અંદર મોરબી નું ગૌરવ કહેવાય એવા ટીવી સ્ટાર સેફ શ્રીમતી ક્રિષ્નાબેન કોટેચા અને શ્રીમતી સોનલબેન શાહ દ્વારા જજની સેવા આપવામાં આવી હતી.
કોમ્પિટિશનનું આયોજન કરતાં પહેલાં સોનલબેન શાહે બાળકોને કેવી રીતે પાક કળામાં આગળ વધવું અને એના ફાયદા વિશે ક્રિષ્નાબેન કોટેચાએ ડેમો લેક્ચર આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ તબક્કે યુનિક સ્કૂલના આચાર્ય ડોક્ટર અમિતકુમાર કાંતિભાઈ પટેલ અને જયેશભાઈ કાલરીયા દ્વારા સમગ્ર આયોજન ઊભું કરવામાં આવ્યું હતું.
ફ્રેન્ડ્સ ક્લબ ઓફ મોરબીના નીલાબેન ચણીયારા મયુરીબેન કોટેચા માલાબેન કક્કડ અને એમના ગ્રુપ દ્વારા બાળકોની ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ તબક્કે યુનિક સ્કૂલ સેવા આપનાર જજીસ અને ઇવેન્ટના પાર્ટનર ફ્રેન્ડસ ક્લબ ઓફ મોરબી નો આભાર વ્યક્ત કરે છે.