ખાખરેચી ગામની સાર્વજનિક હાઈસ્કુલ સહીત ત્રણ શાળાના ૭૦૦થી વધુ વિધાર્થીઓને બોલપેન વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી કરી હતી
માળીયામિંયાણાના ખાખરેચી ગામે રહેતા અને ખાખરેચી રેલ્વે સ્ટેશને નોકરી કરતા રેલ્વે કર્મચારી જગદીશભાઈ લખુભાઈ શંખેસરીયાએ પોતાની લાડકી દીકરી અને પુત્રની એક સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેમા તેમના લાડકવાયા દિકરા કુમીતની સાથે લાડકી દીકરી મિસ્ટીના જન્મદિવસને યાદગાર બનાવવા પિતા જગદીશભાઈ ઊર્ફે મિથુન શંખેસરીયાએ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સંદેશ લાવવા વૃક્ષ વાવો વરસાદ લાવો જેવા સુત્રોને સાર્થક કરી ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે ઈનચાર્જ સ્ટેશન માસ્તર એસ.એસ.વિકાસની હાજરીમાં પોતાની લાડકી દીકરીના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી પ્લાસ્ટિકની બોટલોને કાપી વૃક્ષો માટે રંગીન કુંડા બનાવી અંદર વૃક્ષોનુ વાવેતર કરી સૌને ચકચકિત કરી દીધા હતા તેમજ તેમના ઉમદા વિચાર અને ઈમાનદારીની રેલ્વે વિભાગે પણ નોંધ લઈને પ્રમોશન આપેલ ત્યારે શુશીલ શાંત સ્વભાવના જગદીશભાઈની ધીરજે સફળતાના ઉચ્ચ શિખર સર કરીને આજે નાની ઉંમરે ઉંચી ઉડાન ભરીને પરીવારનુ નામ રોશન કરેલ છે જેથી લાગણીશીલ વ્યક્તિત્વની સરાહના રેલ્વે વિભાગે પણ કરેલ છે ત્યારે પોતાના દિકરી દિકરાના જન્મદિવસે વૃક્ષારોપણની સાથે ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કુલ સહીત ત્રણ શાળાના વિદ્યાર્થીઓને ૭૦૦થી વધુ બોલપેન વિતરણ કરીને શિક્ષણ પ્રત્યે જાગૃતિ સંદેશ પાઠવ્યો હતો અને વિધાર્થીઓ ભણતર તરફ ધ્યાન કેન્દ્રિત કરે તેવો એક પ્રયાસ કરેલ છે શાંત શુસીલ અને લાગણીશીલ સ્વભાવના જગદીશભાઈ શંખેસરીયા હરહંમેશ પરીવાર હોય કે પછી નોકરીનું સ્થળ રેલ્વે સ્ટેશન હોય પોતે હરહંમેશ હળીમળીને રહેવુ તે પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે પોતાના દિકરી દિકરાના જન્મદિવસે વૃક્ષારોપણની સાથે ખાખરેચી મિશ્ર શાળા કન્યા શાળા અને સાર્વજનિક હાઈસ્કુલના વિધાર્થીઓને બોલપેન વિતરણ કરીને શિક્ષણ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી જન્મદિવસની પ્રેરણારૂપ ઉજવણી કરવામાં આવી હતી