ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે ઈન્ચાર્જ સ્ટેશન માસ્તર એસ.એસ.વિકાસના વરદહસ્તે ધ્વજવંદન કરાયું સ્ટેશન માસ્તર વિક્રમ ગેહલોતે રેલ્વેની કામગીરી અંગે પ્રવચનો આપ્યા
માળીયામિંયાણાના ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે આજે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી રેલ્વે સ્ટેશનના ઇન્ચાર્જ એસ.એસ.વિકાસની સાથે એસ.એમ.ગેહલોત સ્ટેશન માસ્તરના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા ખાખરેચી જુથ સહકારી મંડળી લીના પ્રમુખ અશોક બાપોદરીયા આર.કે.પારજીયા સહીતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ધ્વજવંદન કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્થાનીક રેલ્વે કર્મચારીઓ અને હાલ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે પ્રજાના કામોને વાચા આપતા મહેશભાઈ પારજીયાની ઉપસ્થિતમાં રેલ્વે સ્ટેશન ઈનચાર્જ એસ.એસ.વિકાસના વરદહસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન સાથે આન બાન અને શાનથી તિરંગાને સલામી આપી હતી આ તકે રેલ્વે સ્ટેશન માસ્તર વિક્રમ ગેહલોત દ્વારા રેલ્વેની કામગીરી અંગેના પ્રવચનો આપીને પશ્ચિમ રેલ્વેની ઉત્કૃષ્ટ કામગીરી સાથે સારૂ એવું યોગદાન આપ્યું હોવાનુ જણાવી રેલ્વે વિભાગ કર્મચારીઓ માટે અગ્રેસર રહી રેલ્વે કર્મચારીઓને કામગીરીથી વાકેફ કરી મહત્વની જાણકારી આપી હતી આ સ્વતંત્રતા પર્વના ૭૮માં રાષ્ટ્ર પર્વની ખાખરેચી રેલ્વે સ્ટેશન ખાતે ઉત્સાહભેર ઉજવણી કરીને ઉપસ્થિત રેલ્વે કર્મચારી સાથે ખાખરેચી ગામના અગ્રણી આગેવાનોએ તિરંગાને સલામી આપી હતી આ તકે ખાખરેચી ગામના અને મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા ખાખરેચી જુથ સેવા સહકારી મંડળી લીના પ્રમુખ અશોક બાપોદરીયા અને આર.કે.પારજીયા સહીત રેલવે સ્ટેશન ઈનચાર્જ સ્ટેશન માસ્તર એસ.એસ.વિકાસ વિક્રમ ગેહલોત રેલ્વે કર્મચારી જગદીશ સંખેસરીયા સહીતના રેલ્વે કર્મચારીઓ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ ખાખરેચી રેલ્વે સ્ટેશન દેશભક્તિના રંગે રંગાયુ હોય તેમ સમગ્ર રેલ્વે સ્ટેશનમા તિરંગા લગાવવામાં આવ્યા હતા