Tuesday, May 20, 2025

મોરબી માળીયા હાઈવે ઉપર પોલીસે ડ્રોન કેમેરો ઉડાડ્યો જેમાં કેદ થયો બાઈકચોર પુછપરછ કરતા પોપટ બની આઠ બાઈક ચોર્યાની આપી કબુલાત

Advertisement
Advertisement
Advertisement

શું તમારૂં મોટરસાયકલ ચોરાયુ છે તો આમાં તો નથીને આઠ મોટરસાયકલ સાથે બાઈકચોર ઝડપાયો

મોરબી માળીયા હાઈવે ઉપરથી ચોરી કરાયેલા આઠ મોટરસાયકલ સાથે સીટી.બી ડીવીઝન પોલીસે એક બાઈકચોરને ઝડપ્યો

મોરબી બી ડિવિજન સર્વેલસ સ્ટાફ એ ડ્રોન કેમેરા સાથે ફર્ન હોટેલ સામે મોરબી માળીયા ને.હા. રોડ ઉપર વાહન
ચેકીંગમાં હતા તે દરમ્યાન ડ્રોન કેમેરામાં એક ઇસમ નંબર પ્લેટ વિનાનુ મો.સા. લઇ આવતો જોવામાં આવેલ

જેથી હાજર સર્વેલન્સ સ્ટાફે ઇસમને રોકી મો.સા. બાબતે પુછપરછ કરતા યોગ્ય જવાબ ન આપતો હોય જેથી
અનડીકેટક મો.સા. ચોરીના ગુન્હા ના મો.સા.ના રજી.નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં હાજર પો.કોન્સ. પ્રદિપસિંહ
બહાદુરસિંહ એ સર્ચ કરતા જે મો.સા. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુના નં.નં.૧૫૬૪/૨૦૨૪
ના કામે ચોરીમાં ગયેલ હોવાનુ જણાઇ આવતા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમાં આવેલ ત્રાજપર રોડ, નટવર પાર્ક સોસાયટી પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ. તેમજ
બીજી અલગ અલગ જગ્યાએથી અન્ય સાત જેટલા મો.સા. ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બીજા સાત મો.સા. રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ ઇસમનુ નામ

(૧) હનીફભાઇ કાસમભાઇ સંઘવાણી જાતે-મિયાણા ઉ.વ.૨૮ ધંધો- મજુરી રહે- માળીયા, સંધવાણી શેરી જી.મોરબી

ડિટેક્ટ કરેલ ગુન્હાની વિગત

(૧) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૪૧૫૬૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)

(૨) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૪૧૬૪૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨)

(૩) મોરબી સીટી બી ડિવી પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૮૯૦૦૪૨૪૧૬૪૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

આરોપીનો ચોરીનો એમ.ઓ.

આ કામનો આરોપી મો.સા. મા ચાવી રાખેલ હોય તેવા મો.સા. તેમજ જુના મોડલના મો.સા.નો ચાવી નો કેબલ વાયર અલગ કરી ડાયેરેક્ટ કરી ચોરી કરવાની ટેવ વાળો છે.

કામગીરી કરનાર અધિકારીઓ / કર્મચારીઓ

બી ડિવિજન પીઆઈ એન. એ. વસાવા પો.હેઙ.કોન્સ. ભગવાનભાઇ રામજીભાઇ, ભરતભાઇ ઘેલાભાઇ, વિજયભાઇ મુળુભાઇ, ચંદ્રસિંહ કનુભાઇ, ભરતભાઇ આપાભાઇ, ધર્મેન્દ્રભાઇ મગનભાઇ, તથા પો.કોન્સ. પ્રદિપસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઇ જેસંગભાઇ, યોગેશદાન જીતસંગ, કમલેશકુમાર ગોવીંદભાઇ, સંજયભાઇ મનજીભાઇ કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW