મૂળ મોરબી ના અને ખાખરેચી ગામ ના વતની અને હાલ અમેરિકા રહેતા ડૉ.ગુણવંતભાઈ આરદેસણા અને અન્ય ભારતીય સિનિયર સીટીઝન તેમજ અમેરિકા ના ન્યુજર્સી ના મેયર તેમજ અન્ય ડિપાર્ટમેન્ટ ના ઓફિસરો અને જીગરભાઈ શાહ તેમજ રજનીભાઇ પટેલ વગેરે એ સ્વાતંત્ર પર્વ નો રંગે ચંગે ઉજવણી કરી હતી
સંપૂર્ણ ભારતીય પરંપરા માં સાંસ્કૃતિક કાર્યક્રમોં નું આયોજન પણ કરવામાં આવ્યુ હતું જેમાં તમામ ભારતીય ભાઈ બહેનો હાજર રહેલ
ડૉ.ગુણવંતભાઈ આરદેસણા પરદેશ માં પણ વતન ની સુવાસ ફેલાવી રહ્યા છે તેમજ સતત સામાજિક પ્રવુતિ કરી રહ્યા છે તેઓ પ્રખર રાષ્ટ્ર ભક્ત છે સતત ભ્રમણ કરી, ઋષિ પરંપરા નું જીવન જીવી રહ્યા છે તેમજ તેમને પરદેશ માં પણ સતત વતન ની માટી ની સુવાસ સતત ફેલાઈ તે માટે ત્યાં તેઓ તમામ ભારતીય સમુદાય સાથે આપણા દેશ ને ઉજાગર કરતી પ્રવુતિઓ કરતા રહે છે અમેરિકા માં પણ ખાખરેચી ગામ તેમજ મોરબી નું નામ રોશન કરી રહ્યા છે આવી રાષ્ટ્રહિત ની પ્રવૃત્તિ કરવા બદલ મોરબી તેમના માટે ગૌરવ લઇ રહ્યું છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન સંજય પંડ્યા દ્વારા કરવામાં આવ્યુ હતું