Monday, May 19, 2025

મોરબીના સુવિખ્યાત તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્યાતિભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદ બાપુની સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે

સંત શિરોમણી, સમર્થ સદગુરુ પ. પૂ. કેશવાનંદબાપુની સમાધિને 25 વર્ષ પુરા થવા આવ્યા છે તે સ્મૃતિમાં, પૂ. સીતારામ બાપુની કર્મભૂમિ તથા પૂ. કેશવાનંદબાપુના કૃપાપાત્ર મહામંડલેશ્વર પ. પૂ. શ્રી કનેકેશ્વરીદેવીજીની પરમાર્થભૂમિ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે

પિતૃ મોક્ષના દિવસો શ્રાદ્ધ પક્ષમાં તારીખ 19 સપ્ટેમ્બર 2024 (ભાદરવા વદ એકમ)થી તારીખ 25 સપ્ટેમ્બર 2024 (ભાદરવા વદ સાતમ) સુધી શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવેલ છે.

વ્યાસપીઠ પર મલૂક પીઠાધીશ્વર પ. પૂ. શ્રી જગદગુરુ દ્વારાચાર્ય ગૌપ્રેમી સંત, *સ્વામી શ્રી રાજેન્દ્રદાસજી દેવાચાર્યજી મહારાજ* પોતાની રસમય વિરક્ત વાણીમાં, અલગ શૈલીથી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે.

કથાનો સમય તા. 19 સપ્ટેમ્બર ગુરુવારે બપોરે 3.00 કલાકે અને તા. 20 થી 25 સપ્ટેમ્બર નિત્ય સવારે 9.00 કલાક થી બપોરે 1.00 કલાક સુધીનો રહેશે તથા વિરામ બાદ દરરોજ બપોરે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે..

તા. 20.09 તા.21.09 અને તા. 22.09 ના રોજ દરરોજ બપોરે 3.30 કલાકથી વિદ્વત ગોષ્ઠીના આયોજન ઉપરાંત

તા. 20.09 રાત્રીના 9.00 કલાકે ભજન સંતવાણીમાં પ્રખ્યાત કલાકારો ભગવતીબેન ગોસ્વામી તથા પિયુષ મિસ્ત્રી

તા. 22.09 ના રોજ રાત્રે 9.00 કલાકે ભજન સંતવાણી ડાયરામાં સાધ્વી જયશ્રીદાસજી, માયાભાઈ આહીર અને કોકિલકંઠી ગાયિકા દમયંતિબેન બરડાઈ

તા. 24.09 નારોજ રાત્રે 9.00 કલાકે ભજન લોકસાહિત્ય કાર્યક્રમમાં સોરઠનું ગૌરવ, પ્રખર લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ તથા લલિતાબેન ઘોડાદ્રા અને પ્રવીણ સુરદાસ વિ.

એમ વિવિધ 3 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે..

કથા દરમિયાન શ્રીમદ્ ભાગવતનો સંપૂર્ણ પાઠ કરાવવા, પોથી નોંધાવવા તેમ જ કોઈ પણ સેવામાં સહયોગી થવા માટે શ્રી ખોખરા ધામ કાર્યાલય (6352475347)(9913921340) નો સંપર્ક કરવા અનુરોધ છે.

આપણા પંથકમાં સૌ પ્રથમ વખત પધારી રહેલા અને અત્યંત વિશિષ્ટ અને આગવી શૈલીમાં *ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા લીલા* પર ચાલનારી અદભુત કથા શ્રવણનો લાભ લેવા સૌ ધર્મપ્રેમી લોકોને સપરિવાર પધારવા અંતરથી આમંત્રણ છે…

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW