Tuesday, January 28, 2025

ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ

Advertisement

હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અન્વયે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થઈ તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે હેતુ માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ ખાતે તા. ૨૭/૦૮/૨૦૨૪ થી તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. ૨૮/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાકથી તા. ૨૯/૦૮/૨૦૨૪ ના સવારના ૦૮:૦૦ કલાક સુધી તબીબી અધિકારીશ્રી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષકશ્રી તથા આર.એમ.ઓ.શ્રીની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW