મોરબી જિલ્લામાં રેડ એલર્ટના પગલે ઠેરઠેર વરસાદ વરસ્યો તો જેમાં જિલ્લામાં સૌથી વધુ વાંકાનેર તાલુકામાં ૧૪ ઈંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો જેના પગલે વાંકાનેરના કાનપર ગામે મજૂરીએ ગયેલા પરપ્રાંતીય મજુર તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે વાડીએ ધસમસતા પાણીમાં ફસાયા હતા જે વાડી પર તેઓ મજૂરી માટે ગયા હતા ત્યાં રહેવા જમવાની કોઈ વ્યવસ્થા નહોતી જેથી વરસાદને પગલે આ ખેતરની આગળ આવેલ વોંકળામાં પાણી આવી જતા આ પરિવાર ખેતરમાં જ ફસાયો હતો જેની જાણ વહીવટી તંત્રને થતા વાંકાનેર સ્થાનિક અધિકારીએ NDRFની ટીમને જાણ કરી ત્યાં પહોંચી ગયા હતા ખૂબ જહેમત બાદ પરિવારના પાંચે સભ્યોનો આબાદ બચાવ થયો છે આ બચાવ કામગીરીમાં એન.ડી.આર.એફ.ની ટીમ સાથે વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના માર્ગદર્શન હેઠળ મામલતદાર યુ.વી કાનાણી તથા તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા સહિત અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા