Thursday, January 23, 2025

મોરબીમાં જેતપર ખાતે ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Advertisement

*એક પેડ મા કે નામ*
*મોરબીમાં જેતપર ખાતે ઓક્સિજન વનમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું*

*વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ રોપાઓનું વિતરણ કરાયું*

મોરબીમાં જેતપર ખાતે એક પેડ મા કે નામ અભિયાન અન્વયે ગામના છેવાડે આવેલા ઓક્સિજન વનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુ સાથે મોરબીમાં જેતપર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ ગ્રામજનો દ્વારા ગામના છેવાડા આવેલા ઓક્સિજન વન ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW