(અહેવાલ : મયંક દેવમુરારી)
શ્રી હરી સોસાયટીમાં તસ્કરોએ મકાન અને દુકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો પણ ફુટીકોડી ન મળતા ચોરટાઓનો ફોગટ ફેરો
મોરબી ટીંબડી ગામે આવેલ શ્રીહરી સોસાયટીમાં ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા જેને એક મકાન અને દુકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો હતો પરંતુ દુકાન અને મકાનમાંથી કાંઈ હાથ ન લાગતા ચોરટાઓને ફોગટ ફેરો થયા જેવો ઘાટ સર્જાયો હતો શ્રી હરી સોસાયટીમાં તસ્કરોએ મકાન અને દુકાનને નિશાન બનાવી ફરી તસ્કરો આ વિસ્તારમાં સક્રીય બન્યા હોય તેમ રાત્રે મકાનમાં ત્રાટકી કબાટ સહીતની વસ્તુઓનુ રમણભમણ કરી તોડફોડ કરી નાખ્યુ હતું જોકે મકાન અંદરથી ફુટીકોડી હાથ ન લાગતા ચોરટાઓને ફોગટ ફેરો થયો હતો હાલ તો કાંઈ હાથ ન લાગતા શ્રી હરી સોસાયટીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આ વિસ્તારમાં ચોર ટોળકી સક્રીય બનતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે જેથી શહેરી વિસ્તાર નજીક આવતા ટીંબડી ગામે પોલીસ પેટ્રોલિંગ કરાઈ તેવી લોકમાંગ ઊઠી છે અત્રે ઉલ્લેખનીય છેકે પ્રિ-પ્લાનીગ અને રેકી કરેલ હોય તેમ મકાન માલિક બહાર ગયેલા હોય તેની જાણ હોય તેમ રાત્રે આ નિષ્ફળ ચોરીને ચોરટાઓએ અંજામ આપેલો હતો જોકે ચોરટાઓને કાંઈ હાથ ન લાગતા ચોરીના આનિષ્ફળ પ્રયાસથી સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે