મોરબી જિલ્લાના માળીયા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ નો ગુનોહ નોંધવામાં આવ્યો હતો જે સંદર્ભે મોરબી ન્યાયલયે આરોપી રસુલ વલી મામદ ઉર્ફે બચ્ચું માણેક 2) હાસમ વલી મામદ 3) આવેશ વલી મામદ ઉર્ફે બચ્ચું માણેક રહે બધા અંજીયાસર ગામ વિરુદ્ધ ધારા 307,323,506,504,114 GP act 135 વિગેરે મુજબ ગુનોહ નોંધાયો હતો જે મામલે આરોપીઓ ને પોલીસે જેલ હવાલે કર્યા હતા ત્યાર બાદ આરોપીઓ દવારા મોરબીના સિનિયર ધારાશસ્ત્રી મનીષ ઓઝા ( ગોપાલ ઓઝા ) તેમજ મેનાઝ પરમાર ,દવારા સેસન્સ કોર્ટ મારફત રેગ્યુલર જામીન પર મુકત કરવા અરજી કરેલ જેમાં ગોપાલ ઓઝાની ધારદાર દલીલ તથા હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ ના ચુકાદાઓ રજૂ કરતા સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબે આરોપીઓ ના વકીલ શ્રી ની રજુઆત ધ્યાને લઈને તમામ આરોપીઓ ને રૂપિયા 15 હજારના શરતી જામીન લઈને મુક્ત કરેલ છે