Sunday, March 8, 2026

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની પી.જી.પટેલ કોલેજ યુનીવર્સીટી કક્ષાએ ઝળકી

Advertisement
Advertisement
Advertisement

મોરબીની અગ્રણી એવી પી.જી.પટેલ કોલેજ પાયાનું શિક્ષણ આપવાની સાથે રમત-ગમત અને ખેલકૂદ ક્ષેત્રે પણ વિધાર્થીઓમાં રહેલ હીર પારખીને તેને એક ઓળખ આપવાનું કાર્ય કરે છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજનો એક પ્રતિભાશાળી વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધા ૨૦૨૪-૨૫ માં 10 મીટર ઓપન એર પિસ્તોલ (પુરુષ) કેટેગરીમાં તૃતિય સ્થાન મેળવીને પોતાનું તથા પી.જી.પટેલ કોલેજનું નામ યુનીવર્સીટી કક્ષાએ ઉજાળ્યું છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે રૂપાલા વાસુ રમેશભાઈ એ એક સમાજસેવી અગ્રણી અને પ્રતિષ્ઠિત પાટીદાર કુટુંબ માંથી આવે છે તેમના પિતાશ્રી રમેશભાઈ રૂપાલા એક અગ્રણી ઉદ્યોગપતિ હોવાની સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે અને સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે.

ઉપરોક્ત વિધાર્થીની આ અદકેરી સિદ્ધિ બદલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ આપીને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW