મોરબી જિલ્લામાં હકારાત્મક સમાચાર પહોંચાડતું પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુભાઈ કાંતિલાલ વિડજાનો આજે જન્મદિવસ છે. તેઓ બાલ્યકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે. મુળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા M.A., M.Ed. B.J.M.C સુધીનો અભ્યાસ કરેલ છે. સાથે સાથે તેઓ મોરબીના શક્ત શનાળા ખાતે આવેલ વિદ્યાભારતી સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે વહીવટી પ્રધાનાચાર્ય તરીકે ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. આ સાથે રાધા સરાફી સહકારી મંડળીના મંત્રી, વિદ્યાભારતી પ્રચારટોળી સદસ્ય અને બાળ અને મહિલા સુરક્ષા – ગુજરાત રાજ્યના સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. પૂના ખાતે CPDની પરીક્ષા પાસ કરી મોરબી જિલ્લાના એકમાત્ર પ્રાઇવેટ ડિટેક્ટિવ તરીકેનો હોદ્દો ધરાવે છે. ઓલ ઇન્ડિયા પ્રેસ એસોસિયેશનના તેઓ સદસ્ય છે. આ સાથે સિયારામ પ્રિન્ટીંગ, રેનો ઇન્ટરનેશનલ, નિરામય ગ્રાફિક્સ અને પબ્લિસિટી સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આજે વિષ્ણુકુમાર વિડજાના જન્મદિવસ નિમિત્તે સામાજિક-રાજકીય આગેવાનો, તેમજ સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.9879450265 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.