પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ના દીર્ઘદ્રષ્ટા સંચાલન ના નેજા હેઠળ વિવિધ ઉત્સવોની રંગારંગ અને અર્થપૂર્ણ ઉજવણી દ્વારા વિધાર્થીઓના જીવન ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહેતી મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આજ રોજ તા ૨૪/10/૨૦૨૪ ના રોજ અગામી દિવાળીના મહાપર્વ નિમિતે વિધાર્થીઓમાં સર્જનાત્મકતા ખીલવતી વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
આ અંતર્ગત વિવિધ સાંપ્રત થીમ જેવીકે POLLUTION, GO GREEN , SOCIAL MEDIA રંગોળી સ્પર્ધા, દીવા ડેકોરેશન સ્પર્ધા, હેન્ડ ક્રાફ્ટ ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા તેમજ દિવાળી ફેક્ટ ફાઈલ વગેરે જેવી રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં B.COM, BBA, B.A. તથા M.COM જેવી ફેકલ્ટીઓના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓના સફળ સંચાલન માટે કોલેજના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
સ્પર્ધાઓના અંતે તમામ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તેમજ તમામ સ્ટાફે વિજેતા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.